એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 (Asia cup 2023 cricket)
30 ઓગસ્ટ થી શરૂ થશે એશિયા કપ ટુર્નામેન્ટ. આ ટુર્નામેન્ટનું ફોર્મેટ 50 ઓવર નું રહેશે. આ ટુર્નામેન્ટમાં ભારત,પાકિસ્તાન બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ, આ 6 ટીમ ભાગ લેશે.
આ બધી ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે
ગ્રુપ “એ”
ભારત, પાકિસ્તાન અને નેપાળ.
ગ્રુપ “બી”
શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન.
આ બે ગ્રુપમાંથી બે-બે ટીમ , એમ કુલ ચાર ટીમ સુપર ફોર માં પ્રવેશ કરશે. સુપર ફોર માં દરેક ટીમ ત્રણ-ત્રણ મેચ રમશે અને તેના ઉપરથી ફાઇનલ બે ટીમ નક્કી થશે, જે ફાઇનલ મેચ રમશે.
એશિયા કપ 2023 નો કાર્યક્રમ નીચે મુજબ છે. (Asia cup 2023 match list)
30 ઓગસ્ટ – પાકિસ્તાન વિ. નેપાળ
31 ઓગસ્ટ – બાંગ્લાદેશ વિ. શ્રીલંકા
2 સપ્ટેમ્બર – ભારત વિ. પાકિસ્તાન
3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન
4 સપ્ટેમ્બર – ભારત વિ. નેપાળ
5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન
બધી મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકે રમાશે.
સુપર-4 (તમામ ટીમ ત્રણ મેચ રમશે)
6 સપ્ટેમ્બર – A1 વિ B2
9 સપ્ટેમ્બર – B1 વિ B2
10 સપ્ટેમ્બર – A1 વિ A2
12 સપ્ટેમ્બર – A2 વિ B1
14 સપ્ટેમ્બર – A1 વિ B1
15 સપ્ટેમ્બર – A2 વિ B2
ફાઇનલ (Asia cup 2023 cricket)
17 સપ્ટેમ્બર
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સૈમસન.
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023